મુંબઇ: કોરોના વાઇરસ રોગચાળા સામેની લડતમાં ફ્રન્ટલાઈન વૉરિયર્સ પર ખાસ ગીત 'જય હિન્દ જય ભારત' બનાવવામાં આવ્યું છે જેમાં તેમના વખાણ કરવામાં આવ્યા છે.
ગીતના વીડિયોમાં રજનીશ દુગ્ગલ, કૃષ્ણા અભિષેક, રાજુ શ્રીવાસ્તવ, ઉર્વશી ધોળકિયા અને મુગ્ધા ગોડસે સહિત અનેક હસ્તીઓ જોવા મળી રહી છે.
આ ગીત કોરોના વાઇરસ રોગચાળા સામેની લડતમાં ફ્રન્ટલાઈન વૉરિયર્સને સમર્પિત કરવામાં આવ્યું છે, જેઓ આ કોરોના સમયગાળામાં પણ આપમા માટે ઉભા છે. ગીતનો આ વીડિયો રજનીશે તેના સોશ્યલ મીડિયા પેજ પર શેર કર્યો છે.
તેમણે કહ્યું, 'આ તે બધા ફ્રન્ટલાઈન લડવૈયાઓ માટે છે જે દરરોજ આપણા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. અમે તમને સલામ કરીએ છીએ.'
ગીતનો આ વીડિયો સોનુ વિજાન દ્વારા નિર્માણ અને નિર્દેશિત કરવામાં આવ્યો છે અને ધ્રુવ ધલ્લાએ કંપોઝ કર્યું છે. આ ગીત આભા ઘોષ અને કાંચન શ્રીવાસ દ્વારા ગાવામાં આવ્યું છે.