કપિલ શર્માના કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શૉ'માં શનિવારના એપિસોડમાં કાજોલ અને કરણ જોહર ખાસ મહેમાન બન્યા હતા. શૉ દરમિયાન કપિલે હળવા અંદાજમાં ચૂંટણીના રંગને પણ શામેલ કર્યો હતો. કપિલે ચૂંટણીને લઇને કરણને કેટલાક અજીબો ગરીબ સવાલો પણ પૂછ્યા હતા.
જો હું વડાપ્રધાન હોઉં તો અક્ષય કુમારને આરોગ્ય પ્રધાન બનાવું: કરણ જોહર - SONAM KAPUR
ન્યુઝ ડેસ્ક: ટેલીવિઝનના હિટ કોમેડી શૉ ' કપિલ શર્મા શૉ'માં શનિવારના એપિસોડમાં કાજોલ અને કરણ જોહર ખાસ મહેમાન બન્યા હતા. કપિલ શર્મા કરણ જોહરની પ્રશંસા કરતા થાકતો ન હતો, સામે કરણે કપિલની ખૂબ મજાક ઉડાવી હતી. કરણે ક્યારેક કપિલની સ્ટાઇલ તો ક્યારે કપિલની અંગ્રેજીને લઇને તેની ખૂબ મજાક ઉડાવી હતી.
કપિલે કરણને કહ્યું કે, માની લો તમે વડાપ્રધાન બની જાઓ તો ક્યા સ્ટારને કયા વિભાગના મંત્રી તરીકે પદ આપશો, ત્યારે કરણે ધ્યાનપૂર્વક કપિલના ઑપ્શન સાંભળ્યા હતા. હેલ્થ વિભાગની વાત આવી ત્યારે તરત જ વિચારવાનો સમય પણ લીધા વિના જ કરણે જવાબમાં અક્ષય કુમારનું નામ લીધુ હતું, આ સાથે જ કરણે જણાવ્યું હતું કે, અક્ષયના શરીરમાં કોઇ પણ કેમિકલ જતું નથી, તે ખુબ જ સ્વસ્થ છે. તે દૂધ, ઘી અને માખણ જેવી વસ્તુઓ ભોજનમાં લે છે.
ગોસિપ મંત્રાલયનું નામ આવતા જ કરણે કરીના કપૂરનું નામ લીધુ હતું. આ અંગે તેણે જણાવ્યું હતું કે, કરીના સવારે ઉઠતાની સાથે જ સર્કલ પાસેથી ન્યૂઝ લેતી હોય છે તથા કોઇ સમાચારની સત્યતા ચકાસવા માટે મને ફોન કરીને ચર્ચા કરતી હોય છે. કરણે ફેશન મંત્રાલયના પદ માટે સોનમ કપૂરનું નામ લીધુ હતું. આમ સમગ્ર એપિસોડ ખુબ જ મજેદાર રહ્યો હતો.