મુંબઈઃ લોકડાઉન સમયાં ઘરમાં જ રહેવાનું હોવાથી મોટા ભાગના લોકો અને સ્ટાર્સ આ ક્વોરનટાઈનને બિગ બોસ સાથે સરખાવી રહ્યાં છે. આ સાથે જ કહી રહ્યાં છે કે કવોરનટાઈનમાં બિગ બોસ જેવો અહેસાસા થઈ રહ્યો છે. એવામાં હિના ખાને બિગ બોસ અને ક્વોરનટાઈન સમય બંને અલગ અલગ અનુભવ હોવાનું જણાવ્યું છે.
હિના ખાને કહ્યું કે રિયાલીટી શૉ બિગ બોસમાં ભાગ લેવો અને ક્વોરનટાઈન સમય પસાર કરવો એ બંને અલગ અલગ અનુભવ છે. તેમણે કહ્યું કે બિગ બોસના ઘરમાં રહેવુ અને ક્વોરનટાઈન સમયમાં પોતાના ઘરે એ બંનેની તુલના ન થઈ શકે.