ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગણેશચતુર્થી વિશેષઃ અભિનેત્રી હિના ખાને વાયરલ તસ્વીર અપલોડ કરી, ભારતની સંસ્કૃતિની કરાવી ઝાંખી

મુંબઈઃ વિઘ્નહર્તા ગણપતિના પવિત્ર પર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર આખાય મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનોખી ભક્તિભાવ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ પર્વ લોકોના જીવનમાં હકારાત્મકતા અને ઉત્સાહ લાવશે અને સાથે જ ધર્મના તમામ ભેદભાવ ભૂલાવી તહેવારને વધાવી લેશે.

promotes

By

Published : Sep 2, 2019, 8:56 AM IST

અભિનેત્રી હિના ખાન પણ ભગવાન અને તહેવારમાંથી મળતી હકારાત્મક ઉર્જામાં ખૂબ જ વિશ્વાસ કરે છે. હાલમાં જ તેણે મહત્વનો સંદેશ આપતો મેસેજ આપતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ તસ્વીરમાં એક બુર્ખાધારી મુસ્લિમ મહિલા તેની સાથે હિન્દુ મહિલા સાથે એક્ટિવા પર ગણપતિની મૂર્તિ લઈને પસાર થઈ રહી છે. હિના આ તસ્વીર પરથી સમાજને જણાવવા માંગે છે કે કોઈ તહેવાર ચોક્કસ ધર્મનો નથી હોતો, જો તેને ઉત્સાહથી ઉજવવામાં આવે તો તમામ ધર્મના લોકો તેને પ્રેમભાવ પૂર્વક ઉજવી શકે છે. તેમાંય ખાસ કરીને ભારત જેવા અનેકતામાં એકતા ધરાવતા દેશ માટે મહત્વપૂર્ણ છે.

હિના હંમેશાથી સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજીની ભક્ત રહી છે. તે હંમેશા તમામ તહેવારોને હકારાત્મક વિચારો સાથે ઉજવતી આવી છે, તેમાં પછી ઈદ હોય, હોળી કે અન્ય મહત્વપૂર્ણ તહેવાર. હિના હંમેશા તહેવારોમાં હકારાત્મકતા વિશે માને છે. વળી, હિના ખાન અન્ય ધર્મના તહેવારોની ઉજવણી માટે હેટર્સ દ્વારા અવાર-નવાર ટ્રોલ પણ થતી હોય છે. છતાં તે ધાર્મિક એકતા અને તહેવારો પ્રત્યે પોતાનો સ્વભાવ બદલતી નથી. હિના દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે લાલ બાગ ચા રાજાના દર્શન અવશ્ય કરે છે.

ABOUT THE AUTHOR

...view details