ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Dream Girl હેમા માલિનીએ 52 વર્ષ પહેલાંના ‘ જ્હોની મેરા નામ’ના મુહૂર્ત શોટ્સ વખતની તસવીર શેર કરી - Hema mali Share 52 Years Old Photo Of 'Johnny Mera Naam' Team

ડ્રીમ ગર્લ હેમામાલીનીએ ( Dream Girl Hema Malini) 1969ની યાદ તાજી કરીને જૂની તસવીર ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર શેર કરી છે. આ તસવીર ઘણું બધું કહી જાય છે. તે વખતે નાની ઉંમરમાં હેમામાલિની સાથેના ડાયરેક્ટર, હીરો દેવ આનંદ અને સહકર્મીઓ કેવા લાગતાં હશે? તે જોવા માટે તમારે તે તસવીર જોવી જ પડશે.

Dream Girl Hema Malini
Dream Girl Hema Malini

By

Published : Jun 17, 2021, 9:25 PM IST

  • Dream Girl હેમામાલિનીએ મહામૂલી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી
  • દેવ આનંદ અને ફિલ્મના ડીરેક્ટર વિજય આનંદની જૂની તસવીર
  • જૂની યાદો તાજી કરી, ફેન્સે ખૂબ વધાવી

અમદાવાદ : Dream Girl હેમામાલિનીએ (Hema Malini) શેર કરેલી આ તસવીર ‘જ્હોની મેરા નામ’ (Johnny mera naam) ફિલ્મના મુહૂર્ત શોટ્સ વખતે લેવાઈ છે. આ સમૂહ તસવીર તારીખ 07-02-1969ના દિવસે લેવાઈ છે. એટલે કે લગભગ 52 વર્ષ જૂની આવી મહામૂલી જૂની તસવીર હેમામાલિનીએ શેર કરીને જૂની યાદ તાજી કરી છે અને તેમના ફેન્સને યાદ તાજી કરાવી દીધી છે.

તસવીરમાં કોણ કોણ છે?

હેમામાલિનીએ (Hema Malini) શેર કરેલી તસવીરમાં પ્રોડ્યુસર ગુલશનરાયજી અનંતા સ્વામી, બી.આર. ચોપરાજી, સુબોધદા(મુખરજી), દેવ સાહબ, ડીરેક્ટર વિજય આનંદ, મીસીસ ગુલશન રાય અને કેમેરામેન ફલી મિસ્ત્રી છે. ખરેખર આ તસવીર ખૂબ જ મહામૂલી છે.

જ્હોની મેરા નામના સદાબહાર ગીતો છે

જ્હોની મેરા નામ મૂવી 11 નવેમ્બર, 1970ના રોજ રીલીઝ થઇ હતી.. વિજય આનંદે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ સુપરડુપર હિટ ગઈ હતી. જ્હોની મેરા નામ ફિલ્મના સદાબહાર ગીતો આજે પણ રેડિયો અને ટીવી પર ગૂંજે છે. જેનું સંગીત કલ્યાણજી-આણંદજીએ આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details