મુંબઈ: ટીવી સામ્રાજ્ઞી એકતા કપૂર આજે પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે સમગ્ર ટીવી જગત અને બોલીવૂડની સેલિબ્રિટીઝ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ટીવી સ્ટાર્સની સાથે સાથે એકતાનું બોલીવૂડમાં પણ ખાસ કનેક્શન છે.
બાલાજી ટેલીફિલ્મસે એકતા કપૂરના જન્મદિવસ નિમિત્તે ખાસ વીડિયો શેર કર્યો છે. જેમાં ટેલિવૂડની અને ફિલ્મ જગતની તમામ પ્રખ્યાત હસ્તીઓએ તેને બર્થડે વિશ કર્યું છે.
સ્મૃતિ ઇરાનીએ તેની લોકપ્રિય થયેલી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના કલાકારો સાથે મળીને એક વીડિયો બનાવ્યો છે. જેમાં ૨૦ વર્ષ બાદ આ સિરિયલના સ્ટાર્સ ફરીએકવાર સાથે જોવા મળી રહ્યા છે.