મુંબઈઃ ટેલિવિઝન સ્ટાર ગુરમીત ચૌધરીએ નાના પડદે ઘણા પાત્રો ભજવ્યાં છે. જેના કારણે તે ઘરે ઘરે પ્રખ્યાત છે. ગુરુમીતે સિરિયલ 'રામાયણ'માં પ્રભુ રામની ભૂમિકા પણ નિભાવી છે. હવે ગુરમીત ફિલ્મમાં રામની ભૂમિકા નિભાવવા માંગે છે.
ગુરમીત ચૌધરી ઈચ્છે કે રામાયણ પર ફિલ્મ બને, હું રામની ભૂમિકા ભજવું
ટેલિવિઝન સ્ટાર ગુરમીત ચૌધરીએ નાના પડદે ઘણા પાત્રો ભજવ્યાં છે. જેના કારણે તે ઘરે ઘરે પ્રખ્યાત છે. ગુરુમીતે સિરિયલ 'રામાયણ'માં પ્રભુ રામની ભૂમિકા પણ નિભાવી છે. હવે ગુરમીત ફિલ્મમાં રામની ભૂમિકા નિભાવવા માંગે છે.
ગુરમીત ચૌધરી ઈચ્છે કે રામાયણ પર ફિલ્મ બને અને તેમાં રામની ભૂમિકા ભજવે
ગુરમીતે કહ્યું હતું કે, "મને એક પૌરાણિક પૃષ્ઠભૂમિ પર આધારીત પ્રોગ્રામમાં કામ કરવું ગમશે. ટીવી પરના પ્રેક્ષકોએ મને ભગવાન રામની ભૂમિકામાં જોયો છે, પરંતુ હું 'રામાયણ' નામની ફિલ્મમાં કામ કરવા માંગુ છું અને આ ફિલ્મ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે એવી મારી ઇચ્છા છે."
આ શો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તે 80ના દાયકામાં રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ 'રામાયણ'માં રામની ભૂમિકાને જીવંત કરનાર અભિનેતા અરૂણ ગોવિલની નકલ કરવા માંગતા નથી.