ગાયિકા સાવનીની મ્યુઝીકલ સીરીઝ 'સાવની ઓરીજન્લ'નું આ ત્રીજુ ગીત છે. આ અંગે સાવનીએ જણાવ્યું હતું કે, 'તેમના ઘરે પણ નવરાત્રીની ઉજવણી કરાઈ છે અને માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેમની માતા નવરાત્રીના નવ દિવસ ઉપવાસ અને પૂજા-અર્ચના કરે છે. આ નવ દિવસ દરમિયાન તેમને ઘણી ઉર્જા મળે છે. એટલે તેમને નવરાત્રી પર્વ ખૂબ પસંદ છે. તેને પહેલાથી જ ગુજરાતી ગીત ગાવાની ખૂબ ઈચ્છા હતી. જે આ ગીત સાથે પૂરી થઈ છે.'
મરાઠી સિંગર સાવની રવિદ્રનું ગુજરાતી ગીત લોન્ચ, ગુજરાતના કલાકારોએ કર્યુ કામ
ન્યુઝ ડેસ્કઃ મરાઠી ગાયિકા સાવની રવિંદ્રએ તેના ગુજરાતી ચાહકો માટે પહેલીવાર ગુજરાતીમાં ગીત ગાયુ છે. સાવનીએ નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ગીતને રેકોર્ડ કર્યુ છે. આ ઉપરાંત તેણે હિન્દી, તામિલ, તેલુગુ ભાષામાં ગીત ગાયા છે. રાધા-કૃષ્ણના પ્રેમ ઉપર આધરિત આ ગીતનું ટાઈટલ 'કાનુડા' છે.
સાવની પોતાના વીડિયો ગીતમાં ક્યારેય ડાન્સ નથી કર્યો. પરંતુ, પહેલીવાર તે આ ગીતમાં ગરબા રમતા જોવા મળી છે. નવરાત્રીમાં સાવનીએ ગીત ઘણા ગાયા છે. પરંતુ, ક્યારેય તેણે ડાન્સ કર્યો ન હતો.
સાવની રવિંદ્રએ જણાવ્યુ હતું કે,' આ ગીતના વીડિયોમાં તેમના સિવાય બધા જ કલાકારો ગુજરાતી છે. ગીતને સંગીત પાર્થિવ શાહે આપ્યું છે. જ્યારે ગીતકાર પ્રણવ પંચાલ, સહગાયક કૌશલ પિઠાડીયા છે. આ તમામ કલાકારો અમદાવાદના છે. કૌશલ પિઠાડિયાએ ગીતને ગુજરાતી લહેકો આપ્યો છે. આ ગીતમાં બે વોઈસ ટેક્સચર છે. જેમા એક ગુજરાતી ફોક અને બીજું બ્રોડ વોઈસ અપાયુ છે. આ ગીતમાં પહેલી વાર તેમણે લાઈવ ઈન્ટ્રુમેન્ટ સાથે ગીત ગાયુ છે.