ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન, રાવણના પાત્રથી મળી હતી લોકપ્રિયતા

જાણીતા ગુજરાત કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં ગુજરાતી તેમ જ હિન્દી સિનેજગતમાં શોકનો માહોલ પથરાઈ ગયો હતો.રામાયણ સિરિયલ (ramayan serial)માં રાવણ (ramayan serial ravan)નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી (arvind trivedi)ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.

અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન
અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન

By

Published : Oct 6, 2021, 6:36 AM IST

Updated : Oct 6, 2021, 10:09 AM IST

  • રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું નિધન
  • 5 ઑક્ટોબરના રોજ મોડી રાત્રે નિધન થયું
  • ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા

રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બનેલા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું 5 ઑક્ટોબરના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. મહત્વનું છે કે અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા હતા. તેમણે સેંકડો લોકપ્રિય નાટકો અને ફિલ્મો તેમ જ ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું. અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર તેમના નજીકના સંબંધીએ સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ વ્યક્ત કર્યુ હતું. રંગભૂમિના અદના કલાકાર એવા અરવિંદ ભાઈ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.

અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન

કોણ હતા અરવિંદ ત્રિવેદી?

અરવિંદ ત્રિવેદીગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી 40થી વધુ વર્ષોમાં પથરાયેલી હતો. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.

આ પણ વાંચો : 'નટુકાકા'ના નિધનથી ભાવુક થઈ મુનમુન દત્તા, તસવીર શેર કરીને લખ્યું- તેઓ હંમેશા યાદ આવશે

રાજકારણમાં પણ રહ્યા સક્રિય

1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતાં. આ સાથે જ 2002માં તેમને ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન

ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી

રામાયણ સિરિયલ (ramayan serial)માં રાવણ (ramayan serial ravan)નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી (arvind trivedi)ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો, તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેથી તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા.

આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને પૂછવામાં આવ્યું 'ઘરનું ભોજન જોઇએ છે?', આપ્યો આવો જવાબ

રામાયણમાં રાવણની પ્રખ્યાત ભૂમિકા ભજવી

તમને જણાવી દઈએ કે, રામાયણ સિરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તે હકિકતમાં મોટા રામ ભક્ત છે, તેમણે તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ 'રામાયણ' સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. આ સિરિયલમાં કામ કરનાર દરેક કલાકાર પ્રખ્યાત થયા હતા. એટલું જ નહીં, લોકો વાસ્તવિક જીવનમાં પણ રામ અને સીતાની ભૂમિકા ભજવતા કલાકારોને રામ અને સીતા તરીકે ગણવા લાગ્યા હતા. આ સીરિયલમાં રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.


ઉલ્લેખનીય છે કે, અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના હતા, આજે પણ તેમનો બંગલો તમને ઈડર રોડપર જોવા મળી જશે, તેમણે તેમના બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યો છે. અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચુક્યા છે. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતા.

300 થી વધારે ફિલ્મોમાં કર્યું કામ

અરવિંદ ત્રિવેદીની જાણીતી પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો, અરવિંદ ત્રિવેદીએ 'જેસલ-તોરલ', 'કુંવર બાઇનું મામેરૂં', 'સંતુરંગીલી', 'હોથલ પદમણી', અને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. અરવિંદ ત્રિવેદીએ અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પર દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુ: ખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતી ચલચિત્રના ભિષ્મપિતામહ અને રામાયણ ધારાવાહિકમાં “લંકેશ” ના પાત્રથી લોકચાહના પ્રાપ્ત કરનાર શ્રી અરવિંદભાઈ ત્રિવેદીના દુ:ખદ નિધનથી શોકાતુર છું. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના..!

Last Updated : Oct 6, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details