- 16 ઓક્ટોબરથી શરૂ થશે રણવીરનો રિયાલિટી શૉ
- રાત્રે 8 વાગ્યે શરૂ થશે 'ધ બિગ પિક્ચર'
- રણવીરનો નવો રિયાલિટી શો એક મજેદાર ક્વિઝ ટેસ્ટ હશે
ન્યુઝ ડેસ્ક: સુપરહિટ ફિલ્મો બાદ હવે રણવીર સિંહ (Ranveer Singh) ટીવીના નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યો છે. જો કે આ વખતે તે મનોરંજનની સાથે તે લોકોને રૂપિયા જીતાડવા માટે મદદ કરવા જઈ રહ્યો છે. બોલીવૂડ સુપરસ્ટાર (Bollywood Super Star) રણવીર સિંહનો ટેલિવિઝન ડેબ્યુ રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર' (The Big Picture) આજે લોન્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અભિનેતાનો શાનદાર લુક જોવા મળ્યો છે.
16 ઑક્ટોબરથી પ્રસારિત થશે શૉ
રણવીર સિંહે આ શોના લોન્ચિંગમાં ખૂબ જ મજા કરી હતી, તે ડાન્સ દ્વારા પ્રેક્ષકો સાથે જોડાતો જોવા મળ્યો છે. કલર્સ ટીવી પર આવતો રણવીર સિંહનો આ રિયાલિટી શો 16 ઓક્ટોબરથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યો છે.