મુંબઇઃ નાના પડદાની ક્વિન કહેવાતી એક્તા કપૂરે પોતાની ફ્રેન્ડ્સ ક્રિસ્ટલ ડીસૂઝા અને અનીતા હસનંદાની સાથે પાગલપંતી ભરેલો ડાન્સ કરી રહી છે. જેમાં આ ત્રણેય મસ્તીના મુડમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
એક્તાએ ઇન્સ્ટાગ્રામ પર અનીતા દ્વારા શેર કરેલા વીડિયોને રી-પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કહ્યું કે, તે પોતાની બંને પાગલ દોસ્તની લીધે આ ડાન્સમાં સામેલ થવા મજબુર થઇ હતી.
તેમણે લખ્યું કે, 'ટિક ટોક' પર નહીં, તે પોતાના બંને પાગલ ફ્રેન્ડ્સને લીધે ક્રેઝી વીડિયોનો ભાગ બનવા માટે મજબુર બની હતી. લોકડાઉનને લીધે આ પાગલપાન સામે આવ્યું હતું. #અનીતાહસનંદાની... છોકરીઓ બસ મજા કરવા ઇચ્છે છે. #થ્રોબેક મારી ક્યુટીઝ. ક્રિસ્ટલ ડિસૂઝા...
એક્તાએ હાલમાં જ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'ના દિવસોનો એક થ્રોબેક ફોટો પણ શેર કર્યો હતો. આ શોએ સ્મૃતિ ઇરાનીને તુલસીના રુપમાં ઘર-ઘરમાં ઓળખાણ મળી હતી.