ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનલોક-1 નિયમોના પાલન સાથે નાગિન-4નું શૂટિંગ શરૂ - લોકડાઉન

હિટ ટીવી સીરિયલ નાગિનની આગામી સીઝન નાગિન-4નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. લોકડાઉન પછી શૂટિંગના નવીકરણની માહિતી શેર કરતાં નિર્માતા એકતા કપૂરે સેટના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં સેલેબ્સ સામાજિક અંતર સહિતના તમામ નિયમોનું પાલન કરતા જોવા મળ્યાં હતાં.

Ekta Kapoor resumes Naagin 4 shoot post lockdown
અનલોક-1 નિયમોના પાલન સાથે નાગિન-4નું શૂટિંગ શરૂ

By

Published : Jun 27, 2020, 11:28 PM IST

મુંબઇ: નિર્માતા એકતા કપૂરે લોકડાઉનમાં આરામ કર્યા પછી 'નાગિન-4' નું શૂટિંગ ફરી શરૂ કરી દીધું છે. એકતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડેલી સોપના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું છે કે, 'અને આ ફરી શરૂ થઈ છે #શૂટસ્ટાર્ટ્સ, # અનલોક-1 # શુટમોડ.'

અનલોક-1 નિયમોના પાલન સાથે નાગિન-4નું શૂટિંગ શરૂ

એકતાએ શેર કરેલી તસવીરોમાં કલાકારો સામાજિક અંતરનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. આખી ટીમના સભ્યો ગ્લોબ્સ, ફેસ સિલ્ડનો ઉપયોગ કરતા જોવા મળ્યાં હતાં.

આ ફોટોગ્રાફ્સ બતાવે છે કે, દરેક કાસ્ટ અને ક્રૂ સભ્યો સમૂહમાં પ્રવેશતા પહેલા થર્મલ સ્કેનિંગમાંથી પસાર થાય છે. મેકઅપ કલાકારો અને હેરસ્ટાઇલિસ્ટ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) પહેરીને કામ કરે છે.

અનલોક-1 નિયમોના પાલન સાથે નાગિન-4નું શૂટિંગ શરૂ

ABOUT THE AUTHOR

...view details