મુંબઈઃ કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે એકતા કપૂર પ્રશંસકોને પીએમ કેર્સ ફંડમાં ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરશે.
એકતા કપૂર પ્રશંકોને પીએમ કેર્સ ફંડમાં ડોનેશન કરવા પ્રોત્સાહિત કરશે - Ekta Kapoor
કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે એકતા કપૂર પ્રશંસકોને પીએમ કેર્સ ફંડમાં ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરશે.
એકતા કપૂરે પોતાના સોશ્યિલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ચાહકોને યોગદાન આપવા વિનંતી કરી હતી અને લખ્યું હતું કે, "અમે બધા લોકડાઉનમાં છીએ, પરંતુ ટેલિવિઝન દ્વારા આપણે આપણા પ્રિય સ્ટાર્સ અને શોના મનોરંજનની મજા લઇ રહ્યાં છીએ. ટીવી ઉદ્યોગના વિશાળ ફેનબેસને એકઠા કરવાના પ્રયાસરૂપે નવી પહેલ ફેન કા ફેન ડોટ કોમ શરૂ કરવામાં આવી છે."
તેમણે આગળ લખ્યું કે, "તેમના પ્રિય સ્ટાર્સ પ્રત્યે 'ફેન'નો પ્રેમ વ્યક્ત કરવામાં મદદ કરવાનો આ પ્રયાસ છે.' ફેન કા ફેન માધ્યમથી પ્રશંસકોને ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.