મુંબઈઃ દિશા પટનીની બહેન આર્મીમાં છે અને તેના પર દિશાને ગર્વ છે. દિશાએ સોશિયલ મીડિયામાં મોટી બહેન ખુશ્બુના આર્મી ટ્રેનિંગના ફોટા શેર કર્યા છે. ફોટોમાં ખુશ્બુ નાના વાળ અને શોર્ટસ પહેરીને પોતાની ડ્રેસ તૈયાર કરતી જોવા મળે છે, જ્યારે બીજા ફોટોમાં તે વૂમન ઑફિસર સાથે ફિલ્ડ પર જોવા મળે છે.
ફોટો શેર કરીને દિશાએ લખ્યું કે, મારી બહેન આર્મી ટ્રેનિંગના દિવસોમાં છે. દરેક દિવસ વૂમન ડે હોય છે. બીજા ફોટોમાં તેમણે લખ્યું કે, બહેન તમને સલામ હું કલ્પના પણ નથી કરી શકતી કે, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થયાં છો.