ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિશા પરમાર અને રાહુલ વૈદ્યના આજે લગ્ન, પીઠી સમારોહના ફોટા વાયરલ - haldi ceremony

બિગબોસ ફેમ રાહુલ વૈદ્ય અને ટીવી સીરયલ એક્ટર દિશા પરમાર આજે લગ્ન ગ્રંથીમાં જોડાશે. આ પહેલા ગઈકાલે તેમનો પીઠી સમારોહ હતો જેના ફોટા ઈન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યા છે.

big boss
દિશા પરમાર અને રાહુલ વૈદ્યના આજે લગ્ન, પીઠી સમારોહના ફોટા વાયરલ

By

Published : Jul 16, 2021, 9:06 AM IST

Updated : Jul 16, 2021, 9:32 AM IST

  • આજે રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્ન
  • પીઠી સમારોહના ફોટા થયા વાયરલ
  • Big Bossમાં જણાવ્યું હતું રાહુલે દિશા વિશે

મુંબઈ: મહેંદી સમારોહ બાદ રાહુલ વૈદ્ય અને દિશા પરમારની પીઠી સમારોહની તસવીરો ઇન્ટરનેટ પર ફરી રહી છે. હાલના ટ્રેન્ડિંગ ફોટામાં કપલ ખુશ લાગી રહ્યા છે. રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઈન્સ્ટાગ્રામ ફેન પેજમાં તેમના પીઠી સમારોહની તસવીરો શેર કરી છે. એક ફોટામાં, શર્ટલેસ રાહુલ ખુલ્લા મને હસતા દેખાઈ રહ્યા છે, જ્યારે બીજામાં દિશામાં પીઠી અને ગુલાબની પાંખડીઓ ભભરાતી જોવા મળી શકે છે. એક વીડિયોમાં રાહુલ વૈદ્ય તેના ચહેરા પર પણ પીઠી લગાવ્યા બાદ તેના મિત્ર સાથે ડાન્સ કરતા જોવા મળ્યો છે. આ કપલ આજે લગ્ન કરશે.

રાહુલ વૈદ્ય અને દિશા પરમારના પીઠી સમારોહમાંથી ટ્રેન્ડિંગ તસવીરો જુવો

રાહુલ વૈદ્ય અને દિશા પરમારે આ વર્ષની શરૂઆતમાં બિગ બોસ 14 પર તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. આ દંપતીએ ગયા અઠવાડિયે એક સંયુક્ત નિવેદનમાં તેમના લગ્નની ઘોષણા કરી હતી જેમાં લખ્યું હતું: "અમારા પરિવારોના આશીર્વાદથી, અમે આ ખાસ ક્ષણ તમારા બધા સાથે શેર કરવામાં આનંદ અનુભવીએ અમારો લગ્ન 16 જુલાઇએ યોજાશે. પ્રેમ અને એકતાના આ નવા પ્રકરણની શરૂઆત થતાં જ અમે તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. "

Last Updated : Jul 16, 2021, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details