મુંબઈ: રામાનંદ સાગરની ટેલિવિઝન ધારાવાહિક 'રામાયણ'માં સીતાની ભૂમિકાથી લોકપ્રિય બનેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ફરી એકવાર મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. તે સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.
દીપિકાએ ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં અભિનેત્રી વિચારશીલ મુદ્રામાં જોવા મળી રહી છે. પોસ્ટરની ટેગલાઇનમાં લખ્યું છે કે, 'સ્વતંત્રતાની નાયિકાની એક ન કહેવાયેલી કથા.'