મુંબઈઃ ગાયક કલાકાર અને અભિનેતા દિલજીત દોસાંજે કોરોના વાઈરસ સામેની લડતમાં 20 લાખ ડોનેટ કરવાની જાહેરાત કરી છે.તેમણે પોતાના ટ્વીટર હેંડલ પર આ જાહેરાત કરી કહ્યુ હતું કે, સૌથી પહેલી પ્રાથમિકતા દેશની મદદ કરવાની હોવી જોઈએ.
દિલજીત દોસાંજે કોરોના સામેની લડતમાં 20 લાખનું કર્યુ યોગદાન - દિલજીત દોસાંજે કોરોના સામેની લડતમાં 20 લાખનું કર્યુ યોગદાન
કોરોના વાઈરસની આફત સામે દેશના લોકો એકજુટ થઈ લડી રહ્યા છે. ક્રિકેટરો, ફિલ્મી સિતારાઓ, અન્ય ખેલાડીઓ છુટા હાથે દાન આપી રહ્યા છે. જેમાં વધુ એક નામ સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજનું પણ ઉમેરાયુ છે.
દિલજીત દોસાંજે કોરોના સામેની લડતમાં 20 લાખનું કર્યુ યોગદાન
ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોનાની મહામારી સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડની સ્થાપના કરી છે. જેમાં દેશના નાગરીકો દાન આપી રહ્યા છે.