ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19: અંકિતા લોખંડેની બિલ્ડિંગ કરાઇ સીલ, જાણો શું છે કારણ... - Gujarati News

'પવિત્ર રિશ્તા' ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેની રેસિડેન્સિયલ કોમ્પલેક્ષ જે મુંબઇના મલાડમાં સ્થિત છે તેને સીલ કરવામાં આવી છે. કારણ કે, ત્યાના નિવાસીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.

Ankita Lokhande
Ankita Lokhande

By

Published : Apr 6, 2020, 12:48 PM IST

મુંબઇઃ ટીવી સ્ટાર અંકિતા લોખંડેની બિલ્ડીંગમાં નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેને લીધે સમગ્ર બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે.

નવા રિપોર્ટ અનુસાર, જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે, તે ગત્ત અઠવાડિયે સ્પેનથી પરત આવ્યા હતા.

આ એપાર્ટમેન્ટ સોસાયટીમાં 5 વિંગ છે અને તેમાં જ ટેલીવિઝન કપલ નતાશા અને આદિત્ય રેડિઝનું ઘર પણ છે. તે ઉપરાંત અશિતા ધવન, સૈલેશ ગુલાબની અને અભિનેતા મિશ્કત વર્મા પણ ત્યાં જ રહે છે.

'ડી વિંગ'માં રહેનારા એક વ્યક્તિ આ મહીને સ્પેનથી પરત ફર્યા છે. એરપોર્ટ પર તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તેને 15 દિવસો માટે સેલ્ફ ક્વોરન્ટાઇનની સલાહ આપી હતી.

આ વ્યક્તિએ આગળ જણાવ્યું હતું કે, 12માં દિવસે તેના કોરોના વાઇરસના લક્ષણ દેખાયા હતા અને તેને તેની પત્નીની સાથે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેની પત્નીનો નેગેટિવ આવ્યો હતો. તેમને પણ તેની મુલાકાત કરી હશે તે તમામના ટેસ્ટ કરવામાં આવશે. જે ભાગ્યથી ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ 26 માર્ચમાં થયા હતા અને સોસાયટીને સીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details