મુંબઇ: 'એમટીવી રોડીઝ રિવોલ્યુશન'નું ઓડિશનને કોવિડ-19 લોકડાઉનને ધ્યાનમાં રાખીને પહેલીવાર સોશિયલ મીડિયા પર લાઇવ આયોજિત કરવામાં આવશે. લોકપ્રિય એડવેન્ચર રિયાલિટી શોની આ 17 મી સિઝન છે.
શોના હોસ્ટ રણવિજયસિંહે કહ્યું હતું કે, "પોતાની શરૂઆત પછી 'રોડીઝ'એ બધી ક્રેડિટ પોતાના નામ કર્યા છે. વર્ચુઅલ બનવું એ તેના અન્ય ઇનોવેટિવ ડાઇમેંશન છે, જે તેની આઇકોનિક યાત્રાથી જોડાયેલું છે અને એક રિયલીટી શો તરીકેની પ્રતિષ્ઠા સાથે જોડાયેલું છે.''
વધુમાં જણાવ્યું હતું, "આવા સમયેમાં જ્યારે સોસિયલ ડિસટન્સ ખૂબ મહત્વનું બની ગયું છે અને આપણા બધા પાસે ફોન છે, તો આવામાં 'રોડીઝ લાઈવ' ઓડિશન એક મહાન પગલું છે અને યુવાનો સુધી પહોંચવાનો પણ આ એક સારો સમય છે. સીઝન 17મા આ મારી માટે પહેલી વખત છે અને હું એક પાવર-પેક અનુભવ માટે એકસાઇટેડ છું."
એમટીવી રોડીઝ ફેસબુક પેજ પર સોમવારે (27 એપ્રિલ)થી પ્રથમ વર્ચુઅલ ઓડિશન શરૂ થશે, જે શુક્રવાર સુધી ચાલશે અને આ વર્ષે એક સ્પર્ધકને અધિકારીક રીતે યાત્રામાં ભાગ લેવાની તક આપવામાં આવશે.