મુંબઈ: આ વખતે કોરોના વાઇરસના કારણે, 'ઈન્ડિયન આઇડલ'માં જવા ઇચ્છતા લોકો ઘરેથી ઓડિશન આપી શકે છે. મ્યુઝિક રિયાલિટી શો 12મી સીઝન સાથે ટૂંક સમયમાં શરૂ થવાનોછે અને કોરોના કારણે આ વખતે ડિજિટલ ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
'ઇન્ડિયન આઇડલ 12'ના ઓડિશન થશે ઓનલાઇન - ઇન્ડિયન આઇડલ 12 પ્રોમો
જો તમને સિંગિંગનો શોખ છે અને નાના પડદાના સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' માટે ઓડિશન આપવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એટલે કે, આ માટે તમે હવે ઘરે બેઠા ઓડિશન આપી શકો છો. કોરોના વાઇરસના કારણે, શો માટે ઓનલાઇન ઓડિશન યોજવામાં આવ્યા છે. શોનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
12 મી સીઝનના હોસ્ટ આદિત્ય નારાયણે કહ્યું કે, 'ઇન્ડિયન આઇડલ' સાથે જોડાઇ રહેવું હંમેશાં ખૂબ જ રોમાંચક રહ્યું છે, પરંતુ આ વખતે ટીમે મારો સંપર્ક કર્યો અને પ્રોમો માટે ગાવાની ઓફર કરી હતી. "પ્રોમો રેકોર્ડ કરવો તે ખરેખર સારૂ કામ હતું. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે, હું ભારતના સૌથી પ્રખ્યાત મ્યુઝિક રિયાલિટી શો માટે ગાઇ રહ્યો છું."
તેણે કહ્યું, "પ્રેક્ષકોએ જે પ્રોમોને પ્રતિસાદ આાપ્યો છે જે પ્રેમ આપ્યો છે તેનાથી હું ખૂબ જ ખુશ છું... હું બધી ઉભરતી પ્રતિભાઓને 'ઇન્ડિયન આઇડલ 12' માં ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. જે લોકો આ શોમાં ઓડિશન આપવા ઇચ્છે છે તેમણે પોતાનો એક વીડિયો રેકોર્ડ કરીને 25 જુલાઈ સુધીમાં સોની લાઇવ પર અપલોડ કરવાનો રહેશે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાનો ભય છે ત્યારે લોકો આ સમય દરમિયાન ઘરે બેઠા, 'ઇન્ડિયન આઇડલ' માટે ઓડિશન આપી શકે છે."