ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાણીતા ટીવી શોમાં અક્ષયકુમારની વારંવાર હાજરીથી "હેરાન' ભારતીસિંહે કરી દીધી એક વાત - 'The Kapil Sharma' show

'ધ કપિલ શર્મા' શો 21 ઓગસ્ટથી રાત્રે 9:30 વાગ્યે ટીવી પર પ્રસારિત થવાનો છે. આ શોમાં કૃષ્ણ અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર, ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી અને અર્ચના પુરણ સિંહ જોવા મળશે. ધ કપિલ શર્મા શો લોકોને પહેલાં પણ ખૂબ જ પસંદ પડ્.યો હતો. કાર્યક્રમ સાથે સંકળાયેલ સૌકોઇ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

જાણીતા ટીવી શોમાં અક્ષયકુમારની વારંવાર હાજરીથી "હેરાન' ભારતીસિંહે કરી દીધી એક વાત
જાણીતા ટીવી શોમાં અક્ષયકુમારની વારંવાર હાજરીથી "હેરાન' ભારતીસિંહે કરી દીધી એક વાત

By

Published : Aug 20, 2021, 5:54 PM IST

ટીવી શો 'ધ કપિલ શર્મા' માં ફરી દેખાશે અભિનેતા અક્ષયકુમાર
21 ઓગસ્ટથી શરુ થઈ રહી છે આ શોની નવી ઇનિંગ
કોમેડિયન ભારતી સિંહે અક્ષયકુમારને પૂછ્યો મોજીલો પ્રશ્ન


ન્યૂઝ ડેસ્કઃ બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર ટીવી શો'ધ કપિલ શર્મા' શોમાં વધુ એકવાર નજરે ચડ્યાં છે. તે પોતાની આગામી ફિલ્મ 'બેલ બોટમ'નું પ્રમોશન કરતા જોવા મળશે. અક્ષય કુમાર સિવાય વાણી કપૂર અને હુમા કુરેશી આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. આ બંનેના સેટ પર પણ જોવા મળ્યાં હતાં. હવે તો ચેનલ દ્વારા પ્રોગ્રામનો પ્રોમો પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દરેકને શોમાં મસ્તી કરતા જોઈ શકાય છે. અક્ષય કુમાર સાથે મસ્તી કરતાં ભારતી સિંહ પૂછે છે કે શું આ શો સલમાન ખાન અથવા અક્ષય કુમાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે કારણ કે તેઓ શોમાં ઘણી વખત આવી ચૂક્યાં છે

ભારતીસિંહ અક્ષયને કહે છે, 'શો હમણાં જ શરૂ થયો છે અને અક્ષય પાજી અહીં આવ્યાં છે. મને શંકા છે કે આ સલમાન ખાન પ્રોડક્શન છે કે અક્ષય કુમાર બનાવી રહ્યાં છે,. માત્ર માલિક જ સેટની વારંવાર મુલાકાત લે છે એ જોવા કે કામ કેવું ચાલે છે. સલમાનખાન 'ધ કપિલ શર્મા'ના નિર્માતા છે. 2018માં આ શો ફરી શરૂ થયો ત્યારે તે પણ જોવા મળ્યો હતો.

કપિલે લીધી અક્ષયની ચુટકી

'ધ કપિલ શર્મા' શોના આગામી એપિસોડમાં અક્ષય કુમાર કપિલ શર્મા સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળશે.કપિલ શર્મા અક્ષય કુમારની ચુટકી લેતાં કહે છે કે તમે મંગળ પર જવા માટે રોકેટ ઉડાવી રહ્યાં છો, બેલ બોટમમાં લોકોને બચાવતા રહો, વડાપ્રધાનનો ઇન્ટરવ્યુ લો. હવે વધુ શું વિચાર છે.


શરુ થશે 21 ઓગસ્ટે

'ધ કપિલ શર્મા' શો 21 ઓગસ્ટથી રાત્રે 9:30 વાગ્યે ટીવી પર પ્રસારિત થવા જઈ રહ્યો છે. હાસ્યની છોળો ઉડાવતાં આ શોમાં આ વખતની ઇનિંગમાં કૃષ્ણ અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર, ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી અને અર્ચના પુરણ સિંહ જોવા મળશે. ધ કપિલ શર્મા શો લોકોને પહેલાં પણ ખૂબ જ પસંદ પડ્યો હતો. કાર્યક્રમ સાથે સંકળાયેલ સૌકોઇ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કપિલ શર્મા એક જાણીતાં કોમેડિયનની ઓળક જમાવી ચૂક્યાં છે અને તેમના શોમાં અવરનવાર હાસ્યના ફુવારા ઉડાવવા જાણીતી હસ્તીઓ શામેલ થતી રહી છે.

ABOUT THE AUTHOR

...view details