ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બોસ 13: પારસ બિગ બોસ પર થયો ગુસ્સે, કહ્યું ધિક્કાર છે આ શોને - બિગ બોસ 13

મુંબઈઃ બિગ બોસના 'વીકએન્ડ કાં વાર' એપિસોડમાં સલમાન ખાને જણાવ્યું હતું કે, પારસ છાબરા અને માહિરા શર્માને દર્શકોના સૌથી ઓછા મત મળ્યા છે. સલમાન ખાન પણ આ મામલે માહિરા શર્મા સાથે મસ્તી કરતા જોવા મળ્યો હતો.

bigg boss 13 news
bigg boss 13 news

By

Published : Dec 1, 2019, 8:54 PM IST

ટીવીનો લોકપ્રિય શો બિગ બોસ 13માં વીકએન્ડ કાં વાર એપિસોડ દર વખતની જેમ એન્ટરટેન્ગિ અને શોક્નિગ રહ્યો હતો. સલમાન ખાને સ્પર્ધકોને મનોરંજક ટાસ્ક આપવાની સાથે ક્લાસ પણ લીધા હતા. વિકેન્ડકા વાર એપિસોડમાં સલમાન ખાને કહ્યું કે પારસ છાબરા અને માહિરા શર્માને પ્રેક્ષકોના સોથી ઓછા મતો મળ્યા છે. સલમાન ખાન પણ આ મામલે માહિરા શર્મા સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યો હતો.

જનતા તરફથી ઓછા મત મળવાના કારણે પારસ છાબરા અને માહિરા શર્મા શોકની સાથે નિરાશ થયા હતા. પારસને વિશ્વાસ ન આવ્યો કે તેને પ્રેક્ષકો તરફથી ઓછા મત મળ્યા છે. ગુસ્સામાં આવી પારસે શો વિશે કેટલાક વાંધાજનક શબ્દો બોલ્યો હતો અને પારસે કહ્યું - લાનત છે આ શોને

ત્યારબાદ પારસે કહ્યું હતું કે જો સ્પર્ધકો શોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે અને દરેક વસ્તુમાં રસપુર્વક ભાગ લઈ રહ્યા છે, તો પછી તેઓને સૌથી ઓછા મત મળતા હોય તો તે નકામું છે.

પારસ હિન્દુસ્તાની ભાઈ અને આરતી સિંહ તરફ ધ્યાન દોરતા કહે છે કે, જે લોકો શોમાં કંઇ કરી રહ્યા નથી તેમને વોટ મળી રહ્યા છે. પારસની આ વાતોથી નારાજ થઈ આરતી હિમાંશી ખુરાના અને અસીમ સાથે પારસની ખરાબ વર્તન વિશે વાત કરે છે. આરતી કહે છે કે, પારસને આ શો માટે આભારી હોવુ જોઈએ કે તેને અહીં આવવાનો મોકો મળ્યો છે. શોના નિર્માતાઓ અને શોનો આભાર માનવાના બદલે પારસ શો પર જ સવાલો ઉભા કરી રહ્યો છે.

સાથે માહીરા શર્મા પણ ઓછા મતોને કારણે ઉદાસ જોવા મળી હતી. સલમાન ખાન સાથે વાત કરતી વખતે માહિરાએ કહ્યું કે જ્યારે તે ચૂપ રહેતી હતી ત્યારે લોકો તેને નબળી માનતા હતા અને હવે જ્યારે તે બોલવાનું શરૂ કર્યુ છે ત્યારે લોકો તેને ખરાબ કહે છે.

ABOUT THE AUTHOR

...view details