- પ્રતીક ગાંધીની ફિલ્મ 'રાવણ લીલા'નું ટ્રેલર રિલીઝ
- ટ્રેલરમાં પ્રતીક ગાંધીનો રૉમેન્ટિક અંદાજ જોવા મળ્યો
- ફિલ્મમાં એન્દ્રિતા રે સાથે રૉમાન્સ કરતો જોવા મળશે
- ફિલ્મ 1 ઑક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
ન્યુઝ ડેસ્ક: અભિનેતા પ્રતીક ગાંધીની લાંબા સમયથી ચર્ચામાં ચાલી રહેલી ફિલ્મ 'રાવણ લીલા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અભિનેતાની આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં બનેલી છે. પ્રતીક ગાંધીના ફેન્સ 'રાવણ લીલા'નો ઇંતઝાર કરી રહ્યા છે. ગુરૂવારના ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 'રાવણ લીલા'ના ટ્રેલરને પેન ઇન્ડિયાએ પોતાની સત્તાવાર યુટ્યુટ ચેનલ પર શેર કર્યું છે.
ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો
આ ફિલ્મમાં પ્રતીક ગાંધીની સાથે અભિનેત્રી એન્દ્રિતા રે, અંકુર ભાટિયા, અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, અંકુર વિકલ, રાજેન્દ્ર ગુપ્તા, ગોપાલ સિંહ, ફ્લોરા સૈની, અનિલ રસ્તોગી, કૃષ્ણા બિષ્ટ અને ભાગ્યશ્રી મોટે સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'રાવણ લીલા'ના ટ્રેલરમાં પ્રતીક ગાંધીનો રૉમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તે એન્દ્રિતા રે સાથે રૉમાન્સ કરતો જોવા મળશે.