આયુષ્માને રવિવારે પોતાના ટ્વિટર પર અનુ કપુરનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે 'અમે 'વિક્કી ડોનર' ફિલ્મના 7 વર્ષ પુર્ણ કરી લીધા છે. હવે 'ડ્રીમ ગર્લ'માં સાથે કામ કરી રહ્યા છે. આ વખતે અનુ કપુર સર મારા પિતાની ભૂમિકામાં છે.'
'વિક્કી ડોનર' બાદ 'ડ્રીમગર્લ' માં સાથે જોવા મળશે આયુષ્માન અને અનુ કપૂર - Dream girl
મુબંઈઃ ફિલ્મ 'વિક્કી ડોનર'માં એકસાથે જોવા મળેલા અભિનેતા અનુ કપૂર અને આયુષ્માન ખુરાના ફરી એક વાર 'ડ્રીમગર્લ' ફિલ્મમાં સાથે જોવા મળશે. 'વિક્કી ડોનર'માં ડોક્ટરની ભૂમિકા ભજવેલા અનુ કપૂર આ ફિલ્મમાં આયુષ્માનના પિતાની ભૂમિકા નિભાવતા જોવા મળશે.
'વિક્કી ડોનર' બાદ 'ડ્રીમગર્લ' માં સાથે જોવા મળશે આયુષ્માન અને અનુકપુર
જણાવીએ કે અગાઉ આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર 'ડ્રીમ ગર્લ' ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યુ હતું. તે સાથે જ આયુષ્માને ફિલ્મના શૂટિંગની શરૂઆત મથુરાથી થઈ હોવાની જાણ કરી હતી.
જો એકટ્રેસની વાત કરીએ તો આયુષ્માન સાથે નુસરત જોવા મળશે. આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સ બેનર હેઠળ એકતા અને શોભા કપુર દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે તો ફિલ્મને રાજ શાંડિલ્ય નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ 13 સપ્ટમ્બરે રીલિઝ કરવામાં આવશે.