મુંબઇઃ 'બિગ બૉસ 13'ના ઘરમાં પોતાના પ્રેમ માટે ફેમસ મૉડલ આસિમ રિયાઝ અને પંજાબી ગાયિકા અભિનેત્રી હિમાંશી ખુરાનાના પ્રેમભર્યા સંબંધ ઘરથી બહાર આવ્યા બાદ પણ કાયમ છે. ગત્ત દિવસોમાં બંને એક વીડિયોમાં જોવા મળ્યા હતા અને હવે આસિમે હિમાંશી માટે એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી.
આસિમે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને હિમાંશીનો એક ફોટો શેર કર્યો હતો, જેની સાથે એક રોમેન્ટિક પંજાબી કવિતા પણ લખી હતી.