- 'નાગિન 3' ફેમ પર્લ વી પુરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
- પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ
- સમર્થન માટે પર્લએ સોશિયલ મીડિયાનો સહારો લીધો
પાલઘર: મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે ધરપકડ કરાયેલા ટેલિવિઝન એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri)ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બે વર્ષ પહેલા પાંચ વર્ષની બાળકીની છેડતી અને દુષ્કર્મના આરોપમાં શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને પુરીને વસઈ સેશન્સ કોર્ટના જજ અદિતિ કદમ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેણે પુરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar ) ની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ
'નાગિન 3' ફેમ પર્લ વી પુરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
પ્રાપ્ત થતી વિગતો મુજબ, પર્લ જામીન અરજી દાખલ કરવાની સંભાવના છે. જેના પર સોમવારના રોજ અદાલતમાં સુનાવણી થશે. 31 વર્ષીય 'નાગિન 3' અભિનેતાને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસ કમિશ્નરે IPC સેકશનના આરોપો લાગુ કરતા ધરપકડ કરી હતી.