અમિતાભ બચ્ચન 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાનના બ્રાંન્ડ એમ્બેસેડર છે. તાજેતરમાં જ અમિતાભને તેમની સંપત્તિને લઈ સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે મારી સંપત્તિના બે સરખા ભાગ કરવામાં આવશે. જેમાંથી એક અભિષેકનો અને બીજો શ્વેતાનો. આ વર્ષની શરૂઆતમાં અમિતાભે શ્વેતાની પહેલી નવલકથા 'પેરેડાઇઝ ટાવર્સ' વિશે હૃદયસ્પર્શી પોસ્ટ લખી હતી. શ્વેતાની આ નવલકથા બેસ્ટ સેલર રહી હતી.
મારી સંપત્તિ પર અભિષેક અને શ્વેતાને એકસરખો હક: અમિતાભ બચ્ચન - Mumbai
મુંબઈઃ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની સંપત્તિને લઈ એક ખુલાસો કર્યો છે. BIG B એ કહ્યું કે તેમની સંપત્તિ તેમના પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતાને એકસરખા ભાગમાં વહેંચવામાં આવશે. જો કે અમિતાભ હંમેશા શ્વેતા માટે સોશિયલ મીડિયા પર પ્રેમ જતાવતા હોય છે. તેમણે કહ્યું કે અભિષેક પાસે તેમની સંપત્તિનો પુરો અધિકાર નહી હોય.
Bollywood
શ્વેતાની આ સિદ્ધીની પ્રશંસા કરતા અમિતાભે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ' એક પિતા માટે દિકરીની સિદ્ધી કરતા મોટી ગર્વની વાત શું હોય. દીકરીઓ ખાસ હોય છે પછી તે ઘુંઘટથી લઈ બેસ્ટ સેલર સુધી કેમ ન હોય.' આ પોસ્ટ સાથે અમિતાભે શ્વેતાનો બાળપણનો એક ફોટો પણ શેર કર્યો હતો.