કોન બનેગા કરોડપતિની 11મી સિઝનમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા એક સવાલ પર દર્શક શૉ થી નારાજ થયા હતાં. આ મુદ્દે અમિતાભ બચ્ચને દર્શકો અને લોકોની માફી માગી છે. આ પહેલા તેની પર શૉ ના દિગ્દર્શક અને સોની ટીવીએ માફી માગી હતી. બિગ બી સિવાય શો ના રનર સિદ્ઘાર્થ બસુએ સોશિયલ મીડિયા થકી લોકોની માફી માગી છે.
'કેબીસી 11 વિવાદ': અમિતાભ બચ્ચને દર્શકો સમક્ષ માગી માફી - અમિતાભ બચ્ચન સમાચાર
મુંબઈઃ કેબીસી 11 શૉમાં છત્રપતિ શિવાજી મહારાજ પર પૂછાયેલા સવાલના સંદર્ભે આ બબાલ થઈ હતી. સોની ટીવી બાદ હવે શૉના મુખ્ય વડા સિદ્ધાર્થ બસુ અને હોસ્ટ અમિતાભ બચ્ચને માફી માગી છે.
આ સમગ્ર ઘટનામાં એક સવાલમાં ઑપ્શનમાં છત્રપતિ શિવાજી મહારાજની બદલે ફક્ત શિવાજી લખ્યુ હતું, ત્યારબાદ દર્શક અને સોશિયલ મીડિયા યુઝર્સ શૉ ના દિગ્દર્શકથી વિચલિત થયા હતાં. લોકોનું કહેવુ હતું કે ઔરંગજેબને મુગલ સમ્રાટ અને છત્રપતિ શિવાજી મહારાજને ફક્ત શિવાજી કેમ લખાયુ? આ બાદ તો સોશિયલ મીડિયા પર હેશટેગ બોયકૉટ કેબીસી નામથી ટ્રેન્ડ ચાલુ થઈ ગયો હતો.
આ સંદર્ભે અમિતાભ બચ્ચને માફી માંગતા લખ્યુ કે દર્શકોની ભાવના સાથે ચેડા કરવાનો ઈરાદો ન હતો. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માટે માફી.