ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પત્ની Nisha Rawal સાથે મારપીટની ઘટના બાદ Karan Mehra નો જામીન પર છૂટકારો - યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

પ્રખ્યાત ટેલિવિઝન શો ' યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ' થી નામના મેળવનારા અભિનેતા Karan Mehra ની તેની પત્ની Nisha Rawal સાથે ઘરેલુ હિંસા ( Domestic violence ) ના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારબાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

Karan Mehra Nisha Rawal
Karan Mehra Nisha Rawal

By

Published : Jun 1, 2021, 5:06 PM IST

  • ' યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ' ના અભિનેતા છે Karan Mehra
  • પત્ની Nisha Rawal સાથે મારપીટના મામલામાં કરાઈ ધરપકડ
  • ધરપકડ કરાયા બાદ જામીન પર કરવામાં આવ્યો છૂટકારો

મુંબઈ: અભિનેતા Karan Mehra અને તેમની પત્ની Nisha Rawal વચ્ચે અણબનાવની ખબર સામે આવી છે. જેને લઈને મુંબઈ પોલીસે ઘરેલુ હિંસા ( Domestic violence ) ના આરોપસર કરણ મહેરાની ધરપકડ કરી હતી. જ્યારબાદ તેમનો જામીન પર છૂટકારો થયો હોવાનું સામે આવ્યું છે.

Nisha Rawal ને ઈજાઓ પણ પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જોકે, સોમવારે સાંજે બન્ને વચ્ચેનો વિવાદ આગળ વધી ગયો હતો. જેમાં અભિનેતાએ તેમની પત્ની સાથે મારપીટ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મારપીટમાં Nisha Rawal ને ઈજાઓ પહોંચી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે.

પોલીસે Karan Mehra ની પૂછપરછ શરૂ કરી

પોલીસે તેમના પત્ની Nisha Rawal ના નિવેદનના આધારે IPC ની કલમ 336, 337, 332, 504, 506 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ આ મામલે હાલમાં તપાસ હાથ ધરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ હાલમાં અભિનેતા Karan Mehra ની પૂછપરછ હાથ ધરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા Karan Mehra એ પ્રખ્યાત ટેલિવિઝન શો ' યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ' માં નૈતિકનું પાત્ર ભજવીને નામના મેળવી હતી. તેમની પત્ની અને એક્ટ્રેસ Nisha Rawal સાથે અણબનાવો થતા હોવાના અહેવાલો પણ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details