ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગબૉસ-13: આરતીએ કર્યો ખુલાસો, ઘરમાં રેપ અટેમ્પ્ટનો સામનો કર્યો હતો - વિક્રાંત મૈસી

મુંબઇઃ બિગબૉસ-13ની કંટેસ્ટન્ટ આરતી સિંહે લેટેસ્ટ એપિસોડમાં પોતાના ભયાનક અનુભવોનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેને પોતાના ઘરમાં જ રેપ અટેમ્પ્ટનો સામનો કર્યો હતો. શોના લેટેસ્ટ એપિસોડમાં દીપિકા પાદુકોણ અને એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ ઘરના લોકોને મળવા પહોંચી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી સાથે વાતચીત કરતા આરતીએ આ ભયાનક અનુભવનો ખુલાસો કર્યો હતો.

Etv Bharat, Gujarati News, Big Boss 13
આરતીએ કર્યો ખુલાસો, ઘરમાં રેપ અટેમ્પ્ટનો સામનો કર્યો હતો

By

Published : Jan 13, 2020, 11:33 AM IST

આરતીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનાએ તેમને માનસિક રીતે પરેશાન કરી હતી. બિગબૉસના ઘરમાં થનારા ખેંચનો સંબંધ પણ આ ઘટના સાથે જોડાયેલો છે. આ હકીકતને સાંભળીને ઘરના લોકોની આંખો ભીની થઇ હતી.

મધુરીમા તુલી અને વિશાલ આદિત્ય સિંહે પણ બાળપણમાં ઉત્પીડનની કહાની શેર કરી હતી. લક્ષ્મીએ મધુરીમાને સહાનુભૂતિ આપી હતી તો શહનાઝ, સિદ્ધાર્થ અને બીજા ઘરના સભ્યો પણ આ ઘટના સાંભળીને સુન થઇ ગયા હતા.

રશ્મિ દેસાઇએ પણ જણાવ્યું હતું કે, તે છોકરી હોવાને કારણે ઘણું બધું સહન કરવું પડ્યું છે. દીપિકા પાદુકોણે ઘરના લોકો સાથે સાહસની સરાહના કરી હતી.

મહત્વનું છે કે, દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસી સ્ટારર 'છપાક' ગત્ત શુક્રવારે 10 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં સિનેમાઘરોમાં રીલિઝ થઇ હતી. આ ફિલ્મના પહેલા દિવસે સામાન્ય શરૂઆત કરતાં 4.77 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી દર્શાવી હતી. જેના પર લગભગ 15 વર્ષની ઉંમરમાં એસિડ ફેંકવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details