ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ, લખ્યું કે- હું ઉદાસીનતાથી થાકી ગઈ છું

સની લિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. તસવીર સાથે અભિનેત્રીએ કહ્યું કે, તે ઉદાસીથી કંટાળી ગઈ છે. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, હું ઉદાસીથી કંટાળી છું.

સની
સની

By

Published : Jun 14, 2020, 4:57 PM IST

મુંબઇ: બોલિવુડ એક્ટ્રેસ સન્ની લિયોનીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, હવે ઉદાસીન થવા માંગતી નથી. તે તેની હાલતથી કંટાળી ગઈ છે.

સનીએ તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે વાદળી રંગની દિવાલની સામે બ્લુ ડેનિમ ડ્રેસમાં ઉભી જોવા મળી રહી છે.

તસવીર સાથેની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "હું આ ઉદાસીનાથી થાકી ગઈ છું. !!! હું તમારા માટે તૈયાર છું".

સની હાલમાં તેના પતિ ડેનિયલ વેબર અને ત્રણ બાળકો - નિશા, આશાર અને નોહ સાથે અમેરિકામાં રહે છે.

સની તેના પરિવાર સાથે મે મહિનામાં કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે યુ.એસ. માટે રવાના થઈ હતી. કારણ કે તેનું માનવું હતું કે, તે રોગચાળા દરમિયાન ભારત કરતા યુ.એસ.માં વધુ સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, સનીનું અસલીનું નામ કરણજીત કૌર છે. વર્ષ 2011માં તેમણે ડેનિયલ સાથે લગ્ન કર્યા હતા અને 2017માં આ દંપતીએ તેમના પ્રથમ બાળક નિશાને મહારાષ્ટ્રના લાતુરથી દત્તક લીધી હતી. જ્યારે વર્ષ 2018માં સેરોગસીથી જોડિયા પુત્રો નોહ અને આશરના જન્મની જાહેરાત કરી હતી.

સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી આગામી સમયમાં 'વિરમાદેવી' અને 'કોકા કોલા'માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details