મુંબઈ: વર્ષ 1997માં સુભાષ ઘાઈના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ પરદેસથી પોતાની ફિલ્મીસફરની શરૂઆત કરનારી અભિનેત્રી મહિમા ચૌધરીએ જણાવ્યું કે, ઘાઈએ તેની સાથે બદમાશી કરી હતી. મહિમાના આરોપ અંગે દિગ્દર્શકે પોતાની પ્રતિક્રિયા આપી છે.
અભિનેત્રી મહિમા ચૌધરી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે નિર્માતા સુભાષ ઘાઇએ પ્રતિક્રિયા આપી - મહિમા સાથે કામ કરવાનો કર્યો ઇન્કાર
વર્ષ 1997માં સુભાષ ઘાઈના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ પરદેસથી પોતાની ફિલ્મીસફરની શરૂઆત કરનારી અભિનેત્રી મહિમા ચૌધરીએ જણાવ્યું કે, ઘાઈએ તેની સાથે બદમાશી કરી હતી. મહિમાના આરોપ અંગે દિગ્દર્શકે પોતાની પ્રતિક્રિયા આપી છે.
સુભાષ ધઇએ અભિનેત્રી મહિમા ચૌધરી પર લગાવ્યો આરોપ, મહિમા સાથે કામ કરવાનો કર્યો ઇન્કાર
મહિમાએ જણાવ્યું કે, સુભાષ ઘાઈએ તમામ નિર્માતાઓને મેસેજ કરીને મહિમા સાથે કામ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે મહિમા પરેશાન થઈ ગઈ હતી.
આ અંગે સુભાષ ઘાઈએ જણાવ્યું કે, મહિમાના આ પ્રકારના આરોપથી હું દંગ રહી ગયો છું. હું અને મહિમા આજે પણ સારા મિત્રો છીએ. જોકે ઘાઈએ એ વાતનો સ્વીકાર કર્યો કે, 1997માં તેના અને મહિમાના સંબંધોમાં થોડી કડવાશ આવી હતી. કારણકે, પરદેશ રિલીઝ થયા બાદ અમારા વચ્ચે થોડી કહાસુની થઈ હતી.