ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આદિત્ય ઠાકરે: સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં થઈ રહી છે રાજનીતિ - Sushant Singh

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મૌન તોડ્યું છે. આદિત્યએ આ મામલે કહ્યું કે, આ કેસમાં રાજનીતિ થઇ રહી છે.

આદિત્ય ઠાકરે:  સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં થઈ રહી છે રાજનીતિ
આદિત્ય ઠાકરે: સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં થઈ રહી છે રાજનીતિ

By

Published : Aug 5, 2020, 9:38 PM IST

મુંબઈ: વિપક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલો મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય તરફ વાળવી તેમને મંગળવારના રોજ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહના મૃત્યુના 50 દિવસ પછી મૌન તોડ્યું હતું.

આદિત્ય ઠાકરે નિવેદનમાં કહ્યું કે, સુશાંત સિંહ મૃત્યુના કેસ સાથે મારો કોઈ સંબંધ નથી. તેમણે સ્વીકાર્યું કે, હા ઘણી ફિલ્મ હસ્તિઓ સાથે તેમની મિત્રતા છે પણ એ કોઈ ગુનો નથી.

આદિત્ય ઠાકરે જણાવ્યું કે, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ એક વૈશ્વિક પ્રતિષ્ઠા છે અને તે લોકો આ કેસ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે

ઠાકોરેએ કહ્યું, હું સમ્રાટ બાલાસાહેબ ઠાકરેનો પુત્ર છું અને ક્યારે એવું નહીં કરું કે જેનાથી મહારાષ્ટ્ર શિવસેના અને ઠાકરે પરિવારની છબી ખરાબ થાય. જે આવા ખોટા આરોપ લગાવી રહ્યા છે તે લોકો આ વાતને સાંભળી લે.

આદિત્ય ઠાકરે કહ્યું, જો કોઈ પાસે આ મામલે કોઈ સાબિતી છે. તો તેને પોલીસનો સંપર્ક કરવો જોઈએ તો તે તપાસ કરી લેશે. આવા ખોટા આરોપથી તે લોકો સરકાર અને ઠાકરે પરિવારને બરબાદ કરવામાં સફળ થઇ જશે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાનના ભાજપ રાજ્યસભા સાંસદ નારાયણ રાડે દ્વારા એ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સુશાંત અને તેને પૂર્વ મેનેજર દિશા સાલિયાનની હત્યા થઈ છે.

ABOUT THE AUTHOR

...view details