મુંબઈઃ ફિલ્મ ‘ગલી બૉય’નો અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી પોતાનું એક ગીત લઈને આવી રહ્યો છે. ગીતનું નામ 'ધૂપ' છે. જેનો ફર્સ્ટ લૂક તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. સિદ્ધાંતે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે, "ધૂપ કી રોશની કો કોઈ નહીં રોકતા. યહાં મે અપને મ્યૂઝિક વીડિયો 'ધૂપ'કા પહેલા લૂક શેર કર રહા હૂં"
સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના વીડિયો સૉન્ગ 'ધૂપ'નો ફર્સ્ટ લૂક શેર કર્યો - 'ધૂપ' ગીતનો ફર્સ્ટ લૂક કર્યો શેયર
ફિલ્મ ‘ગલી બૉય’માં એમ.સી શેરની ભૂમિકાથી દર્શકોનું મન જીતનારા અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી પોતાનું એક ગીત લઈને આવી રહ્યો છે. ગીતનું નામ 'ધૂપ' છે. જેનો ફર્સ્ટ લૂક તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો હતો.
bollywood
અભિનેતાએ આ વીડિયોના ગીતને જાતે જ લખ્યું છે અને ગાયું પણ છે. આ વીડિયોને તેને પોતાના પરિવારની મદદથી શૂટ કર્યો છે. સિદ્ધાંતના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાંત આગામી સમયમાં ફિલ્મ ‘બંટી ઓર બબલી-2’માં જોવા મળશે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને અનન્યા પાંડે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.