મુંબઇ: સોનુ સૂદ બોલિવૂડનો એવો અભિનેતા છે કે જે લોકડાઉનની શરૂઆતથી જ જરૂરિયાતમંદોને સતત મદદ કરતો રહ્યો છે. અભિનેતા હાલમાં પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેના માટે તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો હતો.
સોનુની મહેનત અને ઉદારતાની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે, બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના પ્રયત્નોને સલામ આપી રહ્યા છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરતા સોનુ સૂદને 'સુપરહીરો' ગણાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેણે સોનુ સૂદની એક તસવીર શેર કરી છે જેમાં તે માસ્ક પહેરીને રસ્તા પર બસની ગોઠવણી જોઈ રહ્યો છે.
અભિનેત્રીએ એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે, 'એક સુપરહીરો આગળ આવીને અથાગ મહેનત કરી લોકોને મદદ કરી રહ્યો છે. જેથી તેના દેશના જરૂરિયાતમંદ નાગરિકો સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી શકે. શિલ્પા સિવાય કુબ્રા સૈતે પણ સોનુની પ્રશંસા કરતા ટ્વિટર પર પોસ્ટ કરી હતી, 'અમારા નવા યુગના અસલ સુપરહીરોને ખૂબ પ્રેમ.’
તાજેતરમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ અભિનેતાને મળ્યા અને તેમનું સન્માન કર્યું. આ સિવાય ફરાહ ખાન, બિપાશા બાસુ અને અજય દેવગન જેવા સ્ટાર્સે પણ સોનુ સૂદની પ્રશંસા કરી છે.