મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં આઉટસાઇડર અને ઇનસાઇડર પર ચર્ચા ચાલી રહી છે. બોલિવૂડમાં આઉટસાઇડર અને ઇનસાઇડરની ચર્ચાને લઇ કંગના રનૌત નિડર થઈને પોતાનીવાતો બધા સામે કરી રહી છે. અભિનેત્રી કંગનાએ કેટલાક એક્ટરના નામ લઇ અને નેપોટિઝમને આગળ વધારી રહ્યા છે તેવો આરોપ લગાવ્યો હતો.
કંગનાએ કહ્યું બોલિવૂડમાં કેટલાક માફિયા ગ્રુપ છે. જે આઉટસાઈડરનું કરિયર બરબાદ કરી દે છે.
એવામાં કેટલાક લોકો કંગનાનીની વાતથી સહમત થઈ રહ્યા છે અને કેટલા વિરોધ કરી રહ્યા છે. આ વાતને લઇ એક્ટર શત્રુઘ્ન સિન્હાએ કંગના રનૌતને સપોર્ટ કર્યો છે તેઓએ જણાવ્યું કે કંગના સામે બોલવા વાળા લોકો તેની સફળતાથી કંગનાની ઇર્ષા કરી રહ્યાં છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું, "મેં ઘણા લોકોને જોયા છે જે કંગના રનૌત સામે બોલે છે કારણ કે તે લોકો અંદરથી કંગનાની ઈર્ષા કરી રહ્યા છે. તે લોકોને એવું છે કે અમારા સાથ વગર આ છોકરી કેટલી આગળ નીકળી ગઈ છે આ વાતની તે લોકોને ઇર્ષા છે."