મુંબઈ: બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઈ પોલીસે લગભગ 40 લોકોની પૂછપરછ કરી છે.
હાલમાં મુંબઈ પોલીસે નિર્દેશક રૂમી જાફરીની પૂછપરછ કરી હતી. જે સુશાંત સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાના હતા. રૂમીની 4થી 5 કલાક પૂછરછ કરવામાં આવી હતી.
ત્યારબાદ સામે આવેલા એક રિપોર્ટ અનુસાર રૂમીએ જણાવ્યું હતું કે, સુશાંતના ડિપ્રેશન વિશેની જાણકારી તેને રિયા ચક્રવર્તીએ આપી હતી.
એક લીડિંગ ચેનલ સાથે વાતચીત કરતાં રૂમીએ જણાવ્યું હતું કે, હું તો સુશાંત સાથે વાત કરવા ગયો હતો પરંતુ તેને કોઈ વાત કરી ન હતી. 12 જૂનના રોજ મારી તેના સાથે છેલ્લી મુલાકાત થઇ હતી હું તેના હેલ્થ વિશે જાણવા માગતો હતો મને જાણવા મળ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે ત્યારબાદ મે તેના સાથે વધારે વાત કરી ન હતી.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ, મુંબઈ પોલીસે રૂમી જાફરીની પૂછપરછ કરી સાથે તેણેએ પણ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે તેની 4થી 5 કલાક પૂછપરછ કરી હતી.
રૂમીએ જણાવ્યું પોલીસે મને પ્રોજેક્ટ વિશે પૂછ્યું આ પ્રોજેક્ટનો પ્લાન ક્યારે બન્યો હતો, ક્યારે મીટિંગ થઇ હતી અને અને કઈ ફિલ્મને પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છો તેવા સવાલો મને પૂછવામાં આવ્યા હતા. મેં તેમને બધું સાચું જણાવ્યું હતું હું ખૂબ ખુશ છું કે પોલીસ સારી રીતે આ મામલે તપાસ કરી રહી છે.