મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાના મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ ફેન્સ અને પરિવાર દ્વારા CBI તપાસની માગ કરવામાં આવી રહી છે. તેવામાં સુશાંતસિંહની નજીકની દોસ્ત રિયા ચક્રવતીએ અમિત શાહને જાણ કરી અને CBI તપાસની માગ કરી છે.
સુશાંત આત્મહત્યા કેસઃ રિયા ચક્રવતીએ CBI તપાસની માગ કરી - Demand for CBI investigation
સુશાંતસિંહ આત્મહત્યા મામલે રિયા ચક્રવતીએ ગૃહપ્રધાન અમિત શાહ પાસે CBI તપાસની માગ કરી રિયા ચક્રવતએ કહ્યું કે, મને સરકાર પર વિશ્વાસ છે અને તમને હાથ જોડીને વિનંતી કરું છું આ મામલે CBI તપાસ શરૂ કરવામાં આવે.
સુશાંત આત્મહત્યા મામલો, રિયા ચક્રવતીએ CBI તપાસની માગ કરી
રિયાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહનો એક ફોટો શેર કરી અને લખ્યું કે, 'સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી છું, તેના અચાનક મૃત્યુનો સમય એક મહિનો થઈ ગયો છે.’
રિયા એ કહ્યું મને સરકાર પર પૂરો વિશ્વાસ છે. ન્યાય માટે હું તમને હાથ જોડી નિવેદન કરું છું કે આ મામલામાં CBI તપાસ શરૂ કરવામાં આવે. હું ફક્તએ સમજવા માંગું છું કે કઈ એવી મજબૂર હતી જેથી સુશાંતને આ પગલું ઉઠાવવું પડ્યું હતું.