ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સુપર 30'નું નવું પોસ્ટર જાહેર, ટ્રેલરની રિલીઝ તારીખ પણ આવી સામે - relese poster

મુંબઈઃ ઋતિક રોશન અભિનિત ફિલ્મ 'સુપર 30'ના નવા પોસ્ટરની સાથે ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. 'સુપર 30'નું ટ્રેલર 4 જૂને રિલીઝ કરવામાં આવશે.

hd

By

Published : Jun 3, 2019, 5:00 AM IST

Updated : Jun 3, 2019, 5:09 AM IST

ઋતિક રોશન અભિનિત ફિલ્મ 'સુપર 30'ના રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ તારીખમાં કેટલીય વાર ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ, હવે ચાહકો માટે સારા સમાચાર એ છે કે ફિલ્મનું ટ્રેલર ટુંક સમયમાં સામે આવશે. ફિલ્મના નવા પોસ્ટરની સાથે તેના ટ્રેલર રિલીઝની તારીખની જાહેરાત કરી દેવાઈ છે.

'સુપર 30'નું ટ્રેલર 4 જૂને બધાની સામે આવશે. આ વાતની જાણકારી અભિનેતા ઋતિક રોશને ફિલ્મનું નવું પોસ્ટર રજૂ કરતા સમયે આપી. ઋતિકે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા લખ્યું કે,'હકદાર બનો...' સુપર 30નું ટ્રેલર આવી રહ્યું છે 4 જૂને'

ઋતિક રોશનની ઈન્સટાગ્રામ પર પોસ્ટ

પોસ્ટરમાં ઋતિક વરસાદમાં ભીંજાતા નજરે ચઢી રહ્યાં છે. જ્યારે કેટલાક બાળકો પણ જોવા મળી રહ્યાં છે. જે પોતાની સફળતાનો જશ્ન મનાવી રહ્યાં છે. 'સુપર 30'માં ઋતિક રોશન પટનામાં રહેનારા એક શિક્ષક આનંદ કુમારની ભૂમિકા અદા કરતા જોવા મળશે. હોશિયાર પરંતુ, આર્થિક રીતે પછાત બાળકોને ઓછા પૈસામાં IITમાં પ્રવેશ પરીક્ષા IIT/JEE માટે તૈયાર કરે છે. ફિલ્મ આ વર્ષે 12 જૂલાઈએ રિલીઝ થશે.

Last Updated : Jun 3, 2019, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details