હકીકતમાં થોડા સમય પહેલા મૌની દુબઈ ફરવા માટે ગઈ હતી. જ્યાં તેણીએ સ્કાઈ ડાઈવિંગની મજા લીધી હતી. મૌની પોતાની તે યાદગાર પળોના યાદ કરતા કેટલાક ફોટો શેર કર્યા હતા. આ ફોટોની સાથે મૌનીએ લખ્યુ કે, લોકો જહાજ ઉડાવે છે, પરંતુ જહાજનૂ બહીર કુદવા માટે પાગલપન હોવું જરુરી છે.
'નાગીન' ઊડી રહી છે આકાશમાં, સોશિયલ મીડિયા પર કર્યા ફોટો શેર - National News
ન્યૂઝ ડેસ્કઃ ટીવીથી બૉલીવુડ તરફ પ્રયાણ કરનાર અભિનેત્રી મૌની રોય હવે આકાશમાં ઉડી રહી છે. 'નાગિન' જેવો સુપર હિટ શૉ આપનાર મૌનીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. આ ફોટોમાં મૌની આકાશની સેર કરતી નજર આવી રહી છે.
મૌની રોય
પ્રોફેશનલ ફ્રન્ટ પર વાત કરીએ તો, મૌની રોય 'મેડ ઇન ચાઇના' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેણી રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 31 ઓગસ્ટ 2019 ના રોજ રિલીઝ થશે. તદ્ઉપરાંત તેણી રણબીર કપૂર અને આલીયા ભટ્ટની ચર્ચિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' નો ભાગ પણ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા અને નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મનું કામ હજી પૂરું ન થતા નિર્માતાઓએ 2020 માં આ ફિલ્મ રીલીઝ ડેટ રજૂ કરી છે. તાજેતરમાં મૌની જ્હોન અબ્રાહમ સાથે 'રોમિયો ઓલ્ટર અકબર' માં નજર આવી હતી.