ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માધુરી દિક્ષિતના ગીત ‘કેન્ડલ'ને 70 લાખથી પણ વધુ વ્યૂઝ મળ્યા - madhuri dixit says about candle

માધુરી દિક્ષિતના ગીત ‘કેન્ડલ'ને તેના ચાહકો દ્વાર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. અભિનેત્રીનુ આ ગીત કોરોનાના ફ્રન્ટલાઈન વર્કરોને સમર્પિત છે. બોલિવૂડ પણ ઘણા સેલિબ્રિટીઝ ગીતના વખાણ કરી રહ્યા છે. આ ગીતને અત્યાર સુધીમાં 70 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

માધુરી દિક્ષિતના ગીત ‘કેન્ડલ'ને 70 લાખથી પણ વધુ વ્યૂઝ
માધુરી દિક્ષિતના ગીત ‘કેન્ડલ'ને 70 લાખથી પણ વધુ વ્યૂઝ

By

Published : Jun 2, 2020, 3:33 PM IST

મુંબઈ: અભિનેત્રી માધુરી દિક્ષિતના ગીત ‘કેન્ડલ'ને અત્યાર સુધીમાં 70 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અભિનેત્રી આ ગીત કોરોનાના ફ્રન્ટલાઈન વર્કરોને સમર્પિત કરતા કહે છે કે, કોરોનાના અંધકારમાં તેઓ એક એવી રોશની છે જે સૌથી વધુ ચમકી રહી છે.

આ ગીતને તેણે લોસ એન્જલસમાં કોરોના લોકડાઉન પહેલા રેકૉર્ડ કર્યુ હતું.

આ વિશે માધુરીએ જણાવ્યું કે, "દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સંઘર્ષમાંથી પસાર થતી હોય છે. પરંતુ તે સમયમાં એવું વિચારવું જોઈએ કે તેનાથી હું વધુ મજબૂત બનીશ. હું આ જ વાત મારા ગીત દ્વારા કહેવા માંગતી હતી. માટે મે આ ગીત લખ્યું. ‘કેન્ડલ’ એ મારા માટે આશા, સકારાત્મકતા અને વિશ્વાસનું પ્રતીક છે."

“સ્વચ્છતા કર્મીઓ, પોલીસ જેવા અનેક ફ્રન્ટલાઈન વર્કરો કેન્ડલ બનીને કોરોનાના અંધકાર સામે આશાનું કિરણ બનીને આપણું રક્ષણ કરી રહ્યા છે. હું આ ગીતને તેમને સમર્પિત કરવા માંગુ છું.”

ઉલ્લેખનીય છે કે, આ ગીતનો વીડિયો માધુરીના ઘરમાં જ શૂટ કરવામાં આવ્યો છે. તેના બંને દીકરાઓએ પણ ગીત વિશેના પોતાના અભિપ્રાયો જણાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details