મુંબઇ: રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલીન સ્ટારર કરણ જોહર દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ ''યે જવાની હૈ દીવાની''ને આજે 7 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે કરણે તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ફિલ્મના યાદગાર પાત્રો અને વિશેષ ક્ષણો દર્શાવવામાં આવી છે. તેમજ મોન્ટેજના બેકગ્રાઉન્ડમાં પણ ફિલ્મના સુપરહીટ ગીતો વગાડવામાં આવ્યા છે.
''યે જવાની હૈ દીવાની''ને 7 વર્ષ પૂર્ણ, કરણ જોહર થયો ભાવુક - karan johar gets nostalgic
રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલીન સ્ટારર કરણ જોહર દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ ''યે જવાની હૈ દીવાની''ને આજે 7 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે ફિલ્મની ખાસ પળોનો એક વીડિયો કરણે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
![''યે જવાની હૈ દીવાની''ને 7 વર્ષ પૂર્ણ, કરણ જોહર થયો ભાવુક ''યે જવાની હૈ દીવાની''ને સાત વર્ષ પૂર્ણ, કરણ જોહર થયો ભાવુક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:02-7417773-yjhd.jpg)
''યે જવાની હૈ દીવાની''ને સાત વર્ષ પૂર્ણ, કરણ જોહર થયો ભાવુક
વીડિયો શેર કરતી વખતે ફિલ્મ નિર્માતાએ કેપ્શનમાં લખ્યું, ''આ મિત્રોની ગેંગ આપણા જીવનમાં આવી અને પ્રેમ અને મિત્રતા શીખવી ગઈ. આજે આ ફિલ્મને 7 વર્ષ પૂર્ણ થયા છે, વાયજેએચડીના 7 વર્ષ.''
અયાન મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મ એક શરમાળ છોકરી નૈના વિશે છે, જે તેના સ્કૂલના મિત્રો સાથે ટ્રેકીંગ પર જાય છે, અને આ ઘટના બાદ તેનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે. આ ફિલ્મ 31 મે, 2013ના રોજ રિલીઝ થઇ હતી.