મુંબઈઃ બોલીવૂડમાં હિટ સોન્ગ આપનારા સિંગર ઝુબિન નૌટિયાલનું રોમાન્ટિક ટ્રેક ‘મેરી આશિકી’ રિલીઝ થયુું છે. જે દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ શાનદાર ગીતને રોચક કોહલીએ સંગીત આપ્યું છે. ઝુબિને આ ગીતમાં આવાજ આપવાની સાથે તેમાં પરફોર્મ પણ કર્યું છે. આ ગીત લોકડાઉન પહેલા મેઘાલયના નાનકડા શહેરમાં શૂટ કર્યુ હતું. ‘મેરી આશિકી’ ગીતને રોચક કોહલી દ્વારા કંપોઝ કરાયું છે અને રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યું છે.
ઝુબિન નૌટિયાલનું રોમાન્ટિક ગીત ‘મેરી આશિકી’ રિલીઝ થયું - જુબિન નૌટિયાલ ન્યૂઝ
બોલીવૂડમાં હિટ સોન્ગ આપનારા સિંગર ઝુબિન નૌટિયાલનું રોમાન્ટિક ટ્રેક ‘મેરી આશિકી’ રિલીઝ થયુું છે. જે દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ શાનદાર ગીતને રોચક કોહલીએ સંગીત આપ્યું છે. ઝુબિને આ ગીતમાં આવાજ આપવાની સાથે તેમાં પરફોર્મ પણ કર્યું છે.
bollwood
ઝુબિને કહ્યું કે, “હું આ પ્રોજક્ટનો ભાગ બનીને ઘણો ખુશ છું. આ એક કલ્ટ ગીત છે. જે ઘણા લાંબા સમય સુધી તમારા પ્લે લીસ્ટમાં રહેશે. ‘મેરી આશિકી’માં મે મારું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે. આશા છે કે, તેમને પસંદ આવશે.”
‘મેરી આશિકી’માં ઝુબિનની સાથે અભિનેત્રી ઈહાના ઢિલ્લન જોવા મળી રહી છે. તે આ ગીતમાં ઘણી સુંદર દેખાઈ રહી છે. ઝુબિન અને ઈહાના સિવાય અલ્તમશ આ ગીતમાં જોવા મળશે.