ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હિન્દુસ્તાની ભાઉ બાદ સંત સમાજે એકતા કપૂરની વેબ સિરીઝ સામે વિરોધ નોંધાવ્યો - એકતા કપૂર

હિન્દુસ્તાની ભાઉ બાદ હવે સંત સમાજે એકતા કપૂરની વેબ સિરીઝ 'xxx : અનસેન્સર્ડ-2 ના એક સીન સામે વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે આ સીન દ્વારા ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

 હિન્દુસ્તાની ભાઉ બાદ સંત સમાજે એકતા કપૂરની વેબ સિરીઝ સામે વિરોધ નોંધાવ્યો
હિન્દુસ્તાની ભાઉ બાદ સંત સમાજે એકતા કપૂરની વેબ સિરીઝ સામે વિરોધ નોંધાવ્યો

By

Published : Jun 4, 2020, 9:10 PM IST

ઉત્તરપ્રદેશ: હરિદ્વારના સંત સમાજે એકતા કપૂરની વેબ સિરીઝ ‘XXX: અનસેન્સર્ડ-2’ ના એક સીન સામે વિરોધ દર્શાવ્યો છે.

આ વેબ સિરીઝના એક સીનમાં સેનાના જવાનની પત્નીના તેના પુરુષ મિત્ર સાથેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે, જેના વિરોધમાં સંત સમાજે કહ્યું છે કે આ ભારતીય સેનાના જવાનોની છબી ખરડવાનો પ્રયાસ છે. જેના દ્વારા સમાજમાં ખોટો સંદેશો પહોંચે છે. અને ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે.

આ પ્રકારના દૃશ્યો એકતા કપૂરની વિકૃત માનસિકતા દર્શાવે છે, જે તેનો વ્યવસાય ચલાવવા માટે કંઈપણ કરી શકે છે.

આ પહેલા પણ યુ ટ્યુબર હિન્દુસ્તાની ભાઉ તરીકે જાણીતા વિકાસ પાઠક દ્વારા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેણે તેની યુટ્યુબ ચેનલ પર મૂકેલા વીડિયોમાં તેણે પદ્મશ્રી પાછો આપી દેવો જોઇએ તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details