ગુજરાત

gujarat

ETV Bharat / sitara

YJHD: દીપિકાએ રણબીર સાથે પોતાના પહેલા લૂક ટેસ્ટની તસવીર શેર કરી - latest news of ranbir kapoor

બ્લોકબસ્ટર ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ના સાત વર્ષ પૂરા થવા પર દીપિકા પાદુકોણે રણબીર કપૂર સાથે તેની પ્રથમ લુક ટેસ્ટની તસવીરો શેર કરી હતી. જેમાં ચાહકોને ઘણી મજેદાર ટિપ્પણીઓ જોવા મળી હતી.

બોલીવુડ
બોલીવુડ

By

Published : May 31, 2020, 7:38 PM IST

મુંબઇ: સુપરહીટ ફિલમ 'યે જવાની હૈ દીવાની' (YJHD) રવિવારે સાત વર્ષ પૂરા કર્યા છે, ત્યારે અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મની સફરને યાદ કરતાં રણબીર કપૂર સાથેની પોતાની કેટલીક ન જોવાયેલી તસવીરો શેર કરી હતી.

આ એક તસવીરમાં દીપિકાએ સાટિનની સાડી પહેરીને રણબીરને ગળે લગાવી છે. બીજી તસવીરમાં બંને એકબીજાની આંખો જોતી વખતે હસતા જોવા મળી રહ્યા છે.

દીપિકાએ ફિલ્મના તેના સંવાદનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, 'આપણો ફર્સ્ટ લુક ટેસ્ટ ...' યાદોના મીઠાઈ બોક્સ જેવું છે ... એક વાર ખુલી, તમે માત્ર એક ટુકડો નહીં ખાઈ શકો '- નૈના તલવાર.

આ પોસ્ટ શેર થતાની સાથે જ ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું અને બંને સ્ટાર્સની કેમિસ્ટ્રીને બધાંએ સારી રીતે આવકારી હતી.

આ તસવીરને 3 કલાકમાં લગભગ 1 મિલિયન લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે. એક પ્રશંસકે લખ્યું, 'ઓહ માય ગોડ... બની અને નયના.' બીજાએ લખ્યું, 'કૃપા કરીને આવી બીજી ફિલ્મ બનાવો.' કેટલાકની દિપીકાની સુંદરતાની પ્રશંસા કરી હતી. તો કેટલાંક લોકોએ તેને રણબીરને દીપિકાની 'એક્સ' તરીકે ઓળખાવી હતી.

ઉલ્લેખનીય છે કે, અયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મમાં આ બંને સિવાય કલ્કી કેકલાન અને આદિત્ય રોય કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. ચાર મિત્રોની મિત્રતા અને પ્રેમના આધારે આ ફિલ્મે બધાને હસાવ્યા અને ખૂબ રડ્યા.

અભિનેત્રી આ પહેલા પણ ફિલ્મના નિર્માતા કરણ જોહરે સાથે વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર તમામ પાત્રોની વિશેષ ક્ષણો રજૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details