ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આ ફિલ્મો પણ થશે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ.. - વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’

લોકડાઉનને પગલે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન પહોંચ્યું છે. લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હોય તેવી અનેક ફિલ્મો રિલીઝના આરે આવી પહોંચી છે પરંતુ થિયેટરો સુધી પહોંચી શકી નથી. એવામાં અનેક ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક નજર કરીએ આ ફિલ્મો તથા વેબ સિરીઝની યાદી પર..

‘ગુલાબો સિતાબો’ બાદ આ ફિલ્મો પણ થશે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ..
‘ગુલાબો સિતાબો’ બાદ આ ફિલ્મો પણ થશે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ..

By

Published : Jun 29, 2020, 10:24 PM IST

મુંબઈ: શૂજીત સરકારની આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘ગુલાબો સિતાબો’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી જેને ઠીક ઠીક પ્રતિસાદ મળતા અન્ય બોલિવૂડ ફિલ્મમેકર્સે પણ તેમની ફિલ્મોને અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

‘ગુલાબો સિતાબો’ બાદ આ ફિલ્મો પણ થશે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ..

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ કે જે 2014 માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે તે 24 જુલાઈએ ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થશે.

‘ગુલાબો સિતાબો’ બાદ આ ફિલ્મો પણ થશે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ..

તેના પછી અભિષેક બચ્ચન અને નિત્યા મેનનની ‘બ્રીધ - ઇન્ટુ ધ શેડોઝ ’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

આ ઉપરાંત વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ સૈફ અલી ખાનની ‘દિલ્લી’ તેમજ મનોજ બાજપેયી અને સામન્થા અક્કીનેની ની ‘ધ ફેમિલી મેન -2’ પણ એમેઝોન પર જ રિલીઝ થશે.

‘ગુલાબો સિતાબો’ બાદ આ ફિલ્મો પણ થશે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ..

સ્વરા ભાસ્કરની ‘રસભરી’, રાઈ સેનની ‘ધ લાસ્ટ હોવર’ અને કોંકણા સેન શર્મા ની ‘મુંબઈ ડાયરીઝ 26/11’ પણ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોવા મળશે.

જાહ્નવી કપૂર સ્ટારર ‘ગુંજન સક્સેના: ધ કારગીલ ગર્લ’ નેટફ્લિક્સ પર પ્રસારિત થશે.

અમોલ પાલેકર તથા માનવ કૌલ ની રાજકારણ પર આધારિત ફિલ્મ પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજુ નથી થઈ.

ABOUT THE AUTHOR

...view details