ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આસામના મુખ્ય પ્રધાને અક્ષય કુમારનો માન્યો આભાર, પૂરની સ્થિતિમાં કરી હતી 1 કરોડની મદદ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હંમેશા દેશની વિપરીત પરિસ્થિતિઓમાં દેશની મદદ કરવા આગળ આવે છે. કોરોનાના સમયમાં પણ તેમને પીએમ કેર ફંડમાં દાન આપ્યું હતું અને લોકોની લોકડાઉંનમાં પણ મદદ કરી હતી, જ્યારે હાલ આસામમાં પૂરની સ્થિતિ છે. ત્યારે અક્ષય કુમારે આસામ સીએમ કેરસ ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, તેથી આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આસામના મુખ્ય પ્રધાને અક્ષય કુમારનો માન્યો આભાર, પુરની પરિસ્થિતિમાં કરી હતી 1 કરોડની મદદ
આસામના મુખ્ય પ્રધાને અક્ષય કુમારનો માન્યો આભાર, પુરની પરિસ્થિતિમાં કરી હતી 1 કરોડની મદદ

By

Published : Aug 18, 2020, 10:52 PM IST

મુંબઈ: આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલએ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો આસામને પૂરમાં મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

અક્ષય કુમારના ડોનેશન માટે મુખ્યપ્રધાન દ્વારા એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમને અક્ષય કુમારની પ્રશંસા કરી હતી.

ટ્વીટ કરી આસામના મુખ્યપ્રધાનને લખ્યું કે અક્ષય કુમારજી તમારો ખુબ ખુબ આભાર, તમે આ સંકટના સમયમાં અમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અને સમર્થન કર્યું છે. તમે એક આસામના સારા મિત્ર છો ભગવાન હંમેશા તમારા પર આશીર્વાદ બનાવી રાખે અને તમારું નામ વૈશ્વિક સ્તરે ઉંચુ કરે.

જોકે હવે આસામની પૂરની સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. ભારતના મોસમ વિભાગે જણાવ્યું હતું કે આસામમાં હવે પુરની સ્થિતીમાં સુધાર આવ્યો છે.

જોકે પૂર આવવાથી આસામના 1,087 ગામના લોકો આ પૂરથી પ્રભાવિત થયા હતા. જ્યારે તે પહેલા 26 જિલ્લાના 2543 ગામના 28 લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details