ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને તમિલ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, સેટ પર પહોંચ્યા BigB તો કહ્યું...! - Gujarat news

મુંબઈઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મમાં ડેબ્યુ કરશે. તેમણે પોતાની તમિલ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે, શૂટિંગ લોકેશન પર પોતાનો દીકરો અભિષેક બચ્ચન પહોંચ્યો હતો તેને લઈને અમિતાભે ખાસ ટ્વીટ કર્યું છે.

big b

By

Published : Apr 7, 2019, 5:53 PM IST

છેલ્લા દિવસોમાં જ બીગ બી એ આ ફિલ્મ સાથે પોતાનો લુક શેર કર્યો હતો. જે બાદથી જ તે વારંવાર ફિલ્મ અને શૂટિંગ સેટ સાથે જોડાયેલી ઘણી તસવીરો પોસ્ટ કરી છે. જ્યારે અભિષેક પિતાના શૂટિંગ સેટ પર પહોંચ્યો તો અભિનેતાએ તેની સાથે ખાસ તસવીર શેર કરી અને તેમને પોતાનો મિત્ર જણાવ્યો.

અમિતાભે 2 તસવીર શેર કરી. જેમાં તે ફિલ્મમાં જે ભૂમિકા નીભાવી રહ્યા છે તે જ ગેટઅપમમાં દેખાઈ રહ્યા છે અને તેમની સાથે અભિષેક બેસેલા દેખાઈ રહ્યા છે.

તસવીર સાથે અમિતાભે લખ્યું, 'જ્યારે તે માત્ર તમારા શૂઝ જ નહી પહેરતો પરંતુ બેસવા માટે તે જ ખુરશીઓનો ઉપયોગ કરે છે જેટલો તમે કરો છો તો તે માત્ર તમારો પુત્ર જ નહી સારો મિત્ર પણ છે.'

આ તમિલ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી થયું નથી. ફિલ્મમાં અમિતાભના કો-સ્ટાર્સ એજ જે સૂર્યા અને રમ્યા કૃષ્ણન છે.

ABOUT THE AUTHOR

...view details