બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનારી ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું છે. આ જ ફિલ્મની 13 અભિનેત્રીઓને નેશનલ એવોર્ડમાં સ્પેશિયલ મેન્શન પણ મળ્યું હતું. એવોર્ડ મળ્યો ત્યારથી જ લોકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા હતી. આખરે ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. જેના એક એક ડાયલોગ અને મ્યુઝિક તમારા રૂવાટા ઉભા કરી દેનારા છે.
આંખમાં પાણી અને રૂવાટા ઉભા કરી દે તેવું છે નેશનલ એવૉર્ડ ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર - બેસ્ટ ફીચર ફિલ્મ
અમદાવાદ: ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું છે.આ ફિલ્મની 13 અભિનેત્રીઓને નેશનલ એવોર્ડમાં સ્પેશિયલ મેન્શન પણ મળ્યું હતું.આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ એવોર્ડ મળ્યો છે.
ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર જોવા અહીં ક્લીક કરો
1975ના વર્ષની આ વાત છે. સતત 3 વર્ષ સુધી વરસાદ નહોતો પડ્યો. પરંપરા એવી કે, વરસાદ આવે તે માટે માતાજીને રિઝવવા પુરૂષો ગરબે રમે છે અને મહિલાઓ ઉપવાસ કરે છે. સ્ત્રીઓને ગરબા રમવાની છૂટ હોતી નથી. તેમની આવી વેરાન રણ જેવી જિંદગીમાં,ગુલાબ જેવી સુગંધ લઈને એક ઢોલી આવે છે.ગામની સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યારે ઢોલીના તાલે ગરબે ઝૂમે છે. સ્ત્રીઓને લાગે કે, જાણે તેમની ખારા રણ જેવા જીવનમાં કોઈ મીઠી વિરડી બનીને આવ્યું છે.પરંતુ તેમની આ ખુશી લાંબા સમય સુધી ટકી શકતી નથી. પછી શું થાય છે, કેવા વળાંકો આવે છે તે જ ફિલ્મ હેલ્લારોની વાર્તા છે.