મુંબઇ: અભિનેતા તાહિર રાજ ભસીન ખૂબજ ખુશ છે કે દર્શકો થિયેટરોમાં આગામી ફિલ્મ '83' જોવાની મજા માણી શકશે.
આ ફિલ્મમાં અભિનેતા ક્રિકેટર સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં છે.
મુંબઇ: અભિનેતા તાહિર રાજ ભસીન ખૂબજ ખુશ છે કે દર્શકો થિયેટરોમાં આગામી ફિલ્મ '83' જોવાની મજા માણી શકશે.
આ ફિલ્મમાં અભિનેતા ક્રિકેટર સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં છે.
'83'પહેલા એપ્રિલમાં રિલીઝ થવાનું હતું પરંતુ કોરોના વાઇરસના મહામારીને કારણે તે નાતાલમાં રિલીઝ થશે.
અભિનેતાને પૂછાયુ કે શું આ પ્રતીક્ષા નિરાશાજનક રહી છે? તાહિરે આઈએએનએસને કહ્યું, "ખરેખર નહીં, કારણ કે તે એક પિરિયડ ફિલ્મ છે અને એવી ફિલ્મ નથી કે જે જૂની લાગે તે એક સંબંધિત વાર્તા છે, જેથી તે જ્યારે પણ આવશે. ત્યારે મોટી છાપ છોડશે. હું ખૂબજ ખુશ છું કે લોકો તેને સિનેમાઘરોમાં જોશે. "
કબીર ખાન દ્વારા નિર્દેશિત '83'1983માં ભારતના ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા વિશે છે. ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહે ક્રિકેટર ખેલાડી કપિલ દેવનો રોલ કર્યો છે.